જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. ટ્રેનથી મુસાફરી કરતાં સમયે આજકાલ મોટાભાગના લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે અને આવા સમયે તમને બદલાયેલ નિયમો વિશે જાણ હોવી જરૂરી છે. જણાવી દઈએ કે IRCTC એ એપ અને વેબસાઈટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. એ બદલાયેલ નિયમ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આઈઆરસીટીસી (IRCTC) ના નવા નિયમ અનુસાર હવે યુઝર્સે ઓનલાઈન ટિકિટ બુક કરતા પહેલા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરિફિકેશન કરવું જરૂરી બન્યું છે.
આ નિયમ અનુસાર કોઈ પણ લોકો ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વિના ઓનલાઈન ટિકિટ બુક કરવી શકશે નહીં. એક સર્વે અનુસાર એવા લાખો IRCTC એકાઉન્ટ્સ છે જેમને કોરોના પછી ઓનલાઈન ટિકિટ બુક નથી કરાવી અને જો તમે પણ લાંબા સમયથી ઓનલાઈન ટિકિટ બુક નથી કરાવી, તો આ નિયમ તમને લાગુ પદએ છે. હવે ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે પહેલા વેરિફિકેશન કરાવવું જરૂરી બન્યું છે. ચાલો જોઈએ શું છે તેની પ્રોસેસ.IRCTC માંથી ઓનલાઈન બુકિંગ કરાવવા માટે તમે તેની એપ અથવા વેબસાઇટ પર જાઓ અને વેરિફિકેશન વિન્ડો પર ક્લિક કરીને ત્યાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી આપવાના રહેશે. એ પછી વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહશે એ પછી.તમારા મોબાઇલ પર OTP આવશે જે ઓટીપી ભરીને તમારો મોબાઈ નબર વેરીફાઈ થશે. એ પછી ઈ-મેઈલ આઈડી પર મળેલો કોડ એન્ટર કરવાનો રહેશે અને એ પછી તમારું મેઈલ આઈડી વેરિફાઈ થઈ જશે. થોડા દિવસો પહેલા જ રેલવેએ IRCTC થોડા ફેરફાર કર્યા હતા જેમાં એકાઉન્ટના એક યુઝર આઈડી પર એક મહિનામાં બુક કરવામાં આવતી ટિકિટની મહત્તમ સંખ્યા 12 થી વધારીને 24 કરી હતી. એટલે કે આધાર લિંક્ડ યુઝર આઈડી દર મહિને 24 ટિકિટ બુક કરી શકે છે. પણ જો તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો તમે 12 ટિકિટ બુક કરી શકો છો.