હરવા-ફરવાના શોખીન લોકો બસ રાહ જોતા રહેતા હોય છે કે ક્યારે તેમને કામમાંથી રજા મળે અને તેઓ મિત્રો સાથે વેકેશન પર જાય. આ વખતે ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસના ખાસ અવસરે લાંબો વીકેન્ડ આવી રહ્યો છે, જેમાં તમે પોતાની એક નાની ટ્રિપ પ્લાન કરી શકો છો. ઓગસ્ટ મહિનામાં 12થી 15 ઓગસ્ટ સુધી રજા મળી જાય તો તમે સરળતાથી ક્યાંય પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
માઉન્ટ આબુ:-
ઓગસ્ટમાં ફરવા માટે માઉન્ટ આબુ પણ એક સારુ સ્થળ છે. ત્યાંની સનરાઈસ અને સનસેટ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ લોન્ગ વીકેન્ડ પર તમે રાજસ્થાન સ્થિત માઉન્ટ આબુનો પ્લાન બનાવી શકો છો.
ગોવા:-
ઓગસ્ટ મહિનામાં તમે ગોવા જવાનો પ્લાન બનાવી શકો છો. ચોમાસાની સીઝનમાં ગોવાના દ્રશ્યો ખૂબ સુંદર થઈ જાય છે. ચારેબાજુ તમને હરિયાળી અને શાનદાર હવામાન જોવા મળશે. ગોવામાં તમે સમુદ્રના કિનારે મસ્તી પણ કરી શકો છો અને ત્યાંની નાઈટ લાઈફ પણ એન્જોય કરી શકો છો.
પંચમઢી:-
મધ્ય પ્રદેશમાં સ્થિત પંચમઢી એડવેન્ચર પસંદ લોકો માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. પંચમઢીમાં તમે ઐતિહાસિક ગુફાઓ અને ઝરણાઓ જોઈ શકો છો. ત્યાંના દ્રશ્યો તમારુ દિલ જીતી લેશે.
ધર્મશાળા:-
આ વીકેન્ડ પર તમે ધર્મશાળા ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. ધર્મશાળામાં તમને ક્રિકેટના સ્ટેડિયમની સાથે ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને ઊંચા-ઊંચા પહાડ જોવા મળશે.
મુન્ના:-
કેરળના મુન્નારની સુંદરતા ઓગસ્ટ મહિનામાં ખૂબ વધી જાય છે. ત્યાંના ચા ના બગીચા અને હરિયાળી જોવા માટે લોકો વિદેશોમાંથી આવે છે. જો તમે શાંતિથી વેકેશન એન્જોય કરવા ઈચ્છો છો તો મુન્નારનો પ્લાન બનાવી શકો છો.