Connect Gujarat
ટ્રાવેલ 

વરસાદી સિઝનમાં ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો ભારતના જ બેસ્ટ સ્થળોની મુલાકાત બની જશે તમારા માટે યાદગાર....

રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ફરવા માટેનો એક સારો વિકલ્પ બની શકે છે.

વરસાદી સિઝનમાં ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો ભારતના જ બેસ્ટ સ્થળોની મુલાકાત બની જશે તમારા માટે યાદગાર....
X

જો તમે ઓગસ્ટ મહિનામાં તમારા પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો આ વખતે તમારી યાદીમાં આ જગ્યાઓને સામેલ કરવાનું ભૂલતા નહીં. આ જગ્યાએ વિષે જણાવીએ તમને.....

મનાલી

મનાલી એક એવું સ્થળ છે. જ્યાં મોટાભાગના પ્રવાસીઓ ફરવા જાય છે. તમે અહીં ઘણી એડવેન્ચર સ્પોટ માણી શકો છો. કુલ્લુ મનાલી કુદરતી નજારો, ધોધ અને સરોવરો વચ્ચે કુટુંબ અથવા મિત્રો સાથે રજાઓ ગાળવા mઅરે એક સારું એવું સ્થળ છે.

માઉન્ટ આબુ

રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ફરવા માટેનો એક સારો વિકલ્પ બની શકે છે. માઉન્ટ આબુ પર્યટન સ્થળ અરવલ્લીની પર્વતમાળાઓમાં ઊંચા ખડકાઉ પથ્થરો પર આવેલું છે. માઉન્ટ આબુને પ્રસિધ્ધ બનાવે છે તેનું શાંત વાતાવરણ, પ્રકૃતિક દ્રશ્યો અને ચારે કોર હરિયાળી. હરિયાળા આ વિસ્તારો તેના આકર્ષક અને સુંદરતામાં વધુ વધારો કરે છે.

ચેરપુંજી

ચેરપુંજી એ ભારતના મેઘાલય રાજ્યના પૂર્વ ખસી હિલ્સ જીલ્લામાં આવેલું પેટા વિભાગીય શહેર છે. તે ડબલ ડેકર લિવિંગ રુટ બ્રિજ, નોહકાલિકાઈ ધોધ, માવસ્માઈ ગુફા, વગેરે સહિતના આકર્ષણ સ્થળો માટે પ્રખ્યાત છે. તમે ચેરપુંજીના આકર્ષક મોન્સુન ટ્રેકિંગ પણ કરી શકો છો.

મથુરા

મથુરા ઉતરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. શ્રી ક્રુષ્ણ ના જન્મસ્થળ મથુરાના દરેક આકર્ષણ કોઇની કોઈ રીતે ભગવાન શ્રી ક્રુષ્ણ સાથે જોડાયેલા છે. અહીં શ્રી ક્રુષ્ણના પ્રાચીન અને પ્રસિધ્ધ મંદિરોની મુલાકાત લેવાની સાથે સાંજે યમુના આરતીમાં પણ ભાગ લઈ શકો છો. મથુરા એ ભારતનું સૌથી પવિત્ર હિન્દુ તીર્થધામ છે.

જયપુર

પિન્ક સિટી તરીકે જાણીતું જયપુર રાજસ્થાનની રાજધાની છે. આ ભારતનું પ્રથમ શહેર છે જેનું આયોજન વિશાળ શાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. તમે જલ મહેલ, જંતર મંતર, હવા મહેલ, મંદિર પેલેસ, સિટી પેલેસ, લક્ષ્મી નારાયણ પેલેસ, આમેર ફોર્ટ, જયગઢ કિલ્લો અને રામબાણ પેલેસની મુલાકાત લઈ શકો છો.

લોનાવાલા

ઓગસ્ટ મહિલામાં લોનાવાલા ફરવા જવા માટે બેસ્ટ છે. લોનાવાલા ભારતના મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં આવેલું છે. તે એક સુંદર હિલસ્ટેશન છે. ચીકકી લોનાવાલાની સૌથી વધુ પ્રખ્યાત મીઠાઇ છે. આ મહિનામાં પહાડોની સાથે સાથે તમને જીવંત ધોધ પણ જોવા મળશે.

Next Story