/connect-gujarat/media/post_banners/66db86de43be6bd9387834acc816df3bbb2466f393ff0a70a4b9039ae1f17023.webp)
ઓગસ્ટ મહિનામાં તમારા પાર્ટનર સાથે ફરવા જવા માંગો છો. તો તમે અહીં આપેલા સ્થળોની મુલાકાત લઈ શકો છો.ચારેય તરફ ફેલાયેલી હરિયાળી તમારા મનને શાંતિ આપશે. આપણે વાત કરીએ છીએ તમિલનાડુની....
કોડાઈકેનાલ
· તમિલનાડુની આ એક ખૂબ જ સુંદર જ્ગ્યા છે. પ્રવાસીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. લીલાછમ ખેતરો, ખીણો, પહાડો, નદીઓ અને ઝરણાઑની સુંદરતા તમારું મન મોહી લેશે.
લોનાવાલા
· તમે લોનાવાલા પણ ફરવા માટે જઇ શકો છો. વરસાદી ઋતુમાં આ જ્ગ્યા ખૂબ જ સુંદર બની જાય છે. તમે તમારા મિત્રો સાથે અહીં ઘણો આનંદ માણી શકો છો. વાદળોથી ઘેરાયેલી ટેકરીઓનો નજારો જોવા મળે છે.
વાયનાદ
· કેરલ સ્થિત વાયનાડ પણ તમે ફરવા માટે જઇ શકો છો. અહીં તમને ટ્રેકિંગ જેવી વિવિધ સાહસીક પ્રવૃતિઓનો આનંદ માણી શકશો. અહીંનું શાંત વાતાવરણ તમને હળવાશનો અનુભવ કરાવશે. પાર્ટનર સાથે ફરવા માટે આ બેસ્ટ જ્ગ્યા છે.
ડેલહાઉસી
· હિમાચલ પ્રદેશમાં સ્થિત ડેલહાઉસીની મુલાકાત લઈ શકાય છે. પ્રવાસીઓને ઘાસ અને ફૂલોના મેદાનમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. આ શહેરની સુંદરતા તમારું મન મોહી લેશે. ડેલહાઉસીને મિનિ સ્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.