• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભારતના એવા સ્થળો જ્યાં જવાથી થશે બીજા ગ્રહ જેવી અનુભૂતિ, રજાઓમાં બનાવી લો ફરવા જવાનો પ્લાન...

જો તમે ફરવાના શોખીન હો તો ઉપાડી લો તમારી બેગ અને અણુક ખાસ સ્થળોની મુલાકાત લેવા નીકળી પડો.

author-image
By Connect Gujarat 14 Aug 2023 in ટ્રાવેલ સમાચાર
New Update
ભારતના એવા સ્થળો જ્યાં જવાથી થશે બીજા ગ્રહ જેવી અનુભૂતિ, રજાઓમાં બનાવી લો ફરવા જવાનો પ્લાન...

જો તમે ફરવાના શોખીન હો તો ઉપાડી લો તમારી બેગ અને અણુક ખાસ સ્થળોની મુલાકાત લેવા નીકળી પડો. આ જગ્યાઓની મુલાકાત લેવાથી તમને ધરતી પર રહીને પણ બીજા ગ્રહ નો અનુભવ કરવી શકો છો. જો કે વિકેન્ડ કે રજાઓમાં પ્રવાસ કરનારા લોકોની કોઈ કમી નથી. પરંતુ કેટલાક લોકોને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ હોય છે. જો તમે પણ ફરવાના શોખીન છો અને વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું પસંદ હોય તો ભારતમાં જ એવી કેટલીક જગ્યાઓ આવેલી છે જ્યાં મુલાકાત તમારા માટે યાદગાર બનશે. તો ચાલો જાણીએ એવી કેટલીક ખાસ જગ્યાઓ જ્યાં સ્વર્ગ જેવો અનુભવ થશે.

- નુબ્રા વેલી

જેને લદ્દાખના બગીચા અથવા ફૂલોની ખીણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લદ્દાખમાં સ્થિત છે, આ એટલી સુંદર જગ્યા છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. અહીંનો નજારો તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે, નુબ્રા વેલી સુધી પહોંચવા માટે રોડ દ્વારા મુસાફરી કરવી પડે છે.

- યાના ગુફાઓ

કર્ણાટકના કન્નડ જિલ્લામાં સ્થિત ગોકર્ણમાં આવેલી યાના ગુફાઓ શ્રેષ્ઠ રચનાઓમાંની એક છે. જો તમે અહીં આવો છો, તો તમે ફક્ત દૃશ્યો જોતા જ રહી જશો. આ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે.

- પુગા ઘાટી

લદ્દાખમાં લગભગ 30 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલી પુગા ઘાટી કોઈ અજાયબીથી ઓછી નથી. અહીંના અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યમાં જતા જ તમને એવું લાગશે કે જાણે પૃથ્વી પર રહીને તમે બીજી દુનિયામાં આવી ગયા હોવ.

- ચૌલી કી જાલી

નૈનીતાલના મુક્તેશ્વર જિલ્લાની ચૌલી કી જાલી લોકોમાં આકર્ષણની સાથે આસ્થા માટે પણ પ્રખ્યાત છે. હાઇકિંગ માટે પ્રખ્યાત, આ સ્થાન પર સીધા ખડકો છે, અહીંનું મંદિર સુંદર દૃશ્યો સાથે ખૂબ જ લોકપ્રિય છે.

- ગુના ગુફાઓ

તમિલનાડુમાં કોડાઈ કેનાલમાં સ્થિત ગુના ગુફાઓ ખૂબ જ સુંદર અને પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીંની ગુફાઓ વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. આ સ્થાનને સૌથી વિશેષ શું બનાવે છે તે શોલા વૃક્ષની શાખાઓ છે જે ગુફાઓની આસપાસ દરેક જગ્યાએ ફેલાયેલી છે. તમે મદુરાઈ એરપોર્ટથી અહીં પહોંચી શકો છો. તમે સ્ટેશન પરથી પણ અહિ જઈ શકો છો.

#India #Connect Gujarat #BeyondJustNews #travel #places #holidays #planet
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by