Connect Gujarat
ટ્રાવેલ 

રક્ષાબંધનની રજાઓમાં પ્રવાસ કરવાની યોજના છે? તો આ સ્થળની મજા લો...

રક્ષાબંધનની રજાઓમાં પ્રવાસ કરવાની યોજના છે? તો આ સ્થળની મજા લો...
X

રક્ષાબંધનના અવસર પર ભાઈઓ તેની બહેનને ખાસ લાગે તે માટે અવનવી ભેટો આપતા હોય છે. આવી સ્થિતિમાં તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે તમે ફરવા માટે આ જ્ગ્યાઓને પણ તમારા લીસ્ટમાં સામેલ કરી શકો છો. તમે રક્ષાબંધનની રજામાં આ સ્થળો પર ફેમિલી સાથે પણ ફરવા જઇ શકો છો અને આનંદ માણી શકો છો. તો ચાલો અમે તમને આજે એવા સ્થળો વિષે જણાવીએ જ્યાં તમને ફરવા જવાની મજા જ આવી જશે.

1. કાશ્મીર

આ એક પ્રખ્યાત પર્યટક સ્થળ છે. આ સ્થાન પર તમે સુંદર તળાવો, પર્વતો, નદીઓ, ઝરણાઓ, બાગ-બગીચાઓ અને હરિયાળીની સુંદરતાથી પ્રસન્ન થઈ જશો અને આ સ્થળ ના વખાણ કરતાં જ નહીં થાકો. આ સિવાય તમે લોકલ માર્કેટમાં ખરીદી પણ કરી શકો છો.

2. તવાંગ

જો તમે ટ્રેકિંગના શોખીન હો અને ટ્રેકિંગની મજા માણવા માંગતા હોય તો આ તમારા માટે બેસ્ટ સ્થળ છે. અહીનું શાંત વાતાવરણ અને હરિયાળી તમને હળવાશનો અનુભવ કરાવશે. અહીં તમે ગોરોચન પિક, સેલા પાસ અને તવાંગ મઠ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

3. ઋષિકેશ

ઉત્તરાખંડ સ્થિત ઋષિકેશની મુલાકાત લેવાની ઘણી મજા આવશે. તમે અહીં માઉન્ટ બાઈકિંગ, વોટરફોલ ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકો છો. તમે અહી પવિત્ર ગંગા આરતીનો લાભ પણ લઈ શકો છો.

4. ઉદયપુર

ઉદયપુર તળાવોના શહેર તરીકે જાણીતું છે. તમે અહીં તળાવો અને મહેલો જોવાનો આનદ માણી શકો છો. આ સ્થળ પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે.

Next Story