Connect Gujarat
ટ્રાવેલ 

ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો વિલ્સન હિલ પર અચૂક જજો, મનાલી ભૂલી જશો…….

ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો વિલ્સન હિલ પર અચૂક જજો, મનાલી ભૂલી જશો…….
X

એક તરફ વરસાદ તો બીજી તરફ રજાનો માહોલ આવા માહોલમાં લોકોને ફરવા જવાનું ચોક્કસ મન થાય, તે માટે વન બજેટ ડેસ્ટિનેશન માટે હવે ધરમપુરનો વિલસન હિલ ખૂબ જ હોટ ફેવરિટ પ્લેસ છે.

· રજામાં લોકો બજેટ ડેસ્ટિનેશન પર ફરવા જવાનું વિચારતા હોય છે. ત્યારે જ્યાં કહી શકાય કે કુદરત ના 100% આશીર્વાદ છે જંગલોથી આચ્છાદિત અને ડુંગરોની ટોચમાળા પર આવેલું વિલસન હિલ હવે લોકો માટે હોટ ફેવરિટ થવા લાગ્યું છે.

· જેને લોંગ ડ્રાઈવમાં રસ હોય તે લોકો માટે તો આ ખૂબ જ સરસ રસ્તા વાળું હિલ સ્ટેશન છે. ઊંચા ઘાટ વાળા રસ્તા પર ડ્રાઇવિંગની કઈક અલગ જ મજા હોય છે.

· ધરમપુરના રાજા દ્વારા લેડી વિલ્સનના માનમાં આ વિલ્સન હિલને તે સમયે ઠંડી હવા ખાવા માટેનું સ્થળ બનાવ્યું હતું અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યા મોટી સંખ્યામાં લોકો ફોટોગ્રાફીની મઝા માણે છે.

· બાઈક રાઈડર્સનું ગ્રુપ હોઈ કે પરિવાર કે સ્ટાફની વન-ડે પિકનિક હોય કે પછી વાદળોની વચ્ચે ઝરમર વરસાદની સાથે જે કપલે પોતાનો કિંમતી સમય એકબીજા સાથે વિતાવવો હોય તો વિલ્સનહિલ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

· આદિવાસી વિસ્તારોની વચ્ચે આવેલ વિલસન હીલનો વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે. બાઈકરો માટે રાઇડ્સ તો ખાવા માટે હોટલ તો સાથે નાના નાના બાળકો પણ મકાઈ અને ચાની ચુસ્કી પણ લોકો માણી શકે છે.

· વિલ્સનહીલની સાથે સાથે રસ્તામાં ઘણા નાના મોટા ધોધ આવે છે ત્યાં પણ આપ સમય વિતાવી શકો છો. આ વિસ્તારના લોકો ખૂબ જ સરળ સ્વભાવના છે અને સદેવ પર્યટકોની મદદ માટે તત્પર રહેતા હોય છે.

Next Story