જો તમે રાજકોટના છો કે તેની આજુ બાજુના વિસ્તારના છો તો તો તમારે ક્યાય દૂર જવાની જરૂર જ નથી. ચોમાસામાં રાજકોટમાં મેઘમહેર બાદ સોળે કળાએ ખીલી ઊઠે છે.
રાજકોટમાં અનેક એવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં તમે વિકેન્ડમાં ફરવા જઇ શકો છો. અને તેના નયનરમ્ણ્યો દ્રશ્યો નિહાળી શકો છો. રાજકોટમાં આવેલા આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા તળાવ, પ્રધ્યુમન પાર્ક, લાલપરી તળાવ, અટલ સરોવર સહિતની જગ્યાઓ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે.
રાજાશાહી વખતનું અને એક સદી સુધી શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતું આ લાલપરી તળાવ અત્યારે વરસાદના લીધે ખૂબ જ મનમોહક લાગે છે. લાલપરી તળાવના કાંઠે જ પ્રધ્યુમન પાર્ક ઝૂ અને તેને જોડતું ઐતિહાસિક રાંદરદા તળાવ પણ આવેલું છે જ્યાં જઈને તમે એંજોય કરી શકો છો.
રાજકોટ મહાનગરની જીવાદોરી સમાન આજી -1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. 29 ફૂટના ડેમનું લેવલ 24 ફૂટથી ઉપર આવી ગયું છે, જેથી ડેમના આ નજરને જોવા માટે અનેક લોકો વિકેન્ડમાં ફરવા માટે આવે છે. રાજકોટ શહેરની બહાર મોટું અને સુંદર ઝૂ છે જ્યાં તમે મિત્રો અને પરિવાર સાથે મોજ મસ્તી કરી શકો છો.
અહિયાં સાપની જે પ્રજાતિઓ છે. તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહિયાં ગોલ્ફ કાર સેવા પણ છે. જેના દ્વારા પણ તમે પ્રધ્યુમન પાર્કની મુલાકાત લઈ શકો છો. ન્યારી ડેમ 1 અને 2માં પણ નવા નીરની આવક થઈ હતી. અહી શનિ રવીની રજા હોય અને એમાં પણ વરસાદ વરસતો હોય ત્યારે મોટા ભાગના રાજકોટિયન લોકો અહી આ ન્યારી ડેમનો નઝરો જોવા માટે આવે છે.
ઈશ્વરીયા પાર્ક માધાપર ચોકડીની નજીક આવેલો છે તે પણ ખૂબ જ સુબદાર પિકનિક સ્થળ છે. અહી અટલ સરોવર જે નવું સ્થળ છે જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે તે પણ ખૂબ જ સુંદર છે.