ઓછા બજેટમાં પણ કરી શકશો કાશ્મીરની ટુર, જાણો લો IRCTCનું સ્પેશિયલ ટુર પેકેજ.....

IRCTC તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ દ્વારા યમે સપ્ટેમ્બર મહિનામાં કાશ્મીરની મુલાકાત લઈ શકો છો.

New Update
ઓછા બજેટમાં પણ કરી શકશો કાશ્મીરની ટુર, જાણો લો IRCTCનું સ્પેશિયલ ટુર પેકેજ.....

ભારતીય રેલ્વે ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે સમયાંતરે ઘણા ટુર પેકેજ લાવે છે. આજ આપણે કાશ્મીર ટુર પેકેજ વિષે વાત કરીશું.... · દર વર્ષે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ કાશ્મીરના મેદાની વિસ્તારમાં ફરવા જતાં હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ પૃથ્વી પર સ્વર્ગની મુલાકાત લેવા ઈચ્છો છો IRCTC તમારા માટે એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ દ્વારા યમે સપ્ટેમ્બર મહિનામાં કાશ્મીરની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમે 6 દિવસ અને 5 રાત રોકાવાનો મોકો મળશે.

આ પેકેજમાં તમને શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જવાનો મોકો મળી રહયો છે. આમાં તમને આવવા જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ મળશે.· દરેક જ્ગ્યાએ રાત્રિ રોકાણ માટે હોટલની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ સાથે એક દિવસ તમને ડલ લેકમાં હાઉસબોટિંગમાં રહેવાની પણ સુવિધા મળશે. આ પેકેજમાં તમને રાત્રિ ભોજન અને નાસ્તો પણ મળશે. આ સાથે જ દરેક જગ્યાએ જવા માટે બસ પણ ઉપલબ્ધ હશે. IRCTC તમામ મુસાફરો માટે મુસાફરી વીમો પણ આપશે.· જો તમે આ ટુર પર એકલા જાવ છો તો તમારે પ્રતિ વ્યકતી 42795 રૂપિયાની ફી ચૂકવવી પડશે. બે લોકોએ 38665 રૂપિયા અને 3 લોકોએ પ્રતિ વ્યકતી 37470 રૂપિયા ચૂકવવા પડશે.