ભરૂચના વેજલપુર ખાતે નયનાચોક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ધોરણ ૫થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ સ્થાપના મંડપ ખાતે યોજાયેલી પરીક્ષામાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે ૭૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધે અને વિવિધ વિષયોની જાણકારી સાથે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી પરીક્ષાનું આયોજન કરાયું હતું. સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ મિસ્ત્રીએ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી સૌનો આભાર માન્યો હતો.પરીક્ષાનું પરિણામ તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરાશે.