શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આયોજન
પર્યાવરણ સંરક્ષણ સહિત ઊર્જા બચતના સંદેશ સાથે યાત્રા
ઊર્જા સ્વરાજ યાત્રાના આગમન સાથે ભવ્ય સ્વાગત કરાયું
‘ક્લાઇમેટ સત્યાગ્રહ’ વિષયક પ્રેરણાદાયી વર્કશોપ યોજાયો
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું
ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ‘ક્લાઇમેટ સત્યાગ્રહ’ વિષયક પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે “ક્લાઇમેટ સત્યાગ્રહ” Sustainable Energy for a Better Tomorrow વિષય પર પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે IIT મુંબઈના પૂર્વ પ્રોફેસર તથા સમગ્ર દેશમાં “સોલાર મેન ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતા પ્રોફેસર ડૉ. ચેતનસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત અને ઊર્જા સ્વરાજ અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવા માટે સૌએ ઊર્જાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે. સૂર્ય ઊર્જા સહિતના નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપીને જ ટકાઉ વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેતનસિંહ સોલંકી છેલ્લા 11 વર્ષ માટે સોલાર બસમાં રહી સમગ્ર દેશમાં “ઊર્જા સ્વરાજ યાત્રા” કરી રહ્યા છે. આજે આ યાત્રાના 7મા વર્ષ દરમિયાન તેઓ પોતાની વિશેષ સોલાર બસ સાથે જે.પી.કોલેજ કેમ્પસમાં પધાર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમની સોલાર બસની મુલાકાત લઈને ઊર્જા સ્વરાજના અનોખા અભિયાન વિશે જાણકારી મેળવી હતી.
