અમેરિકામાં જોર્જિયાના એન્ટલાન્ટાના 3 સ્પા સેન્ટરમાં થયેલા ફાયરિંગમાં 4 મહિલા સહિત 8 લોકોના મોત થયા છે. એટલાન્ટા પોલીસે કહ્યું છે કે તેમને એટલાન્ટામાં પિડમાન્ટ રોડ પર ગોલ્ડ મસાજ સ્પામાં એક લૂંટના સમાચાર મળ્યા. જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી તો 3 લોકોના મોત થયા હતા. એટલાન્ટાના પોલીસ પ્રમુખ રોડની બ્રાયંટે કહ્યું કે પોલીસની ટીમ જ્યારે ગોલ્ડ મસાજ સ્પામાં હતી ત્યારે વધું એક ફોન આવ્યો કે એરોમ થેરાપી સ્પામાં ગોળી ચાલવાના સમાચાર છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
આ ઉપરાંત ચેરોકી કાઉન્ટી મસાજ પાર્લરમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. એટલાન્ટા પોલીસે કહ્યું કે 3 સ્પા સેન્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 8 લોકોના મોત થયા છે. આમાં 4 મહિલા સામેલ છે. જે એશિયાઈ મૂળની દેખાય છે. આ મામલામાં પોલીસે ચેરોકી કાઉન્ટી મસાજ પાર્લરની પાસેથી એક શંકાસ્પદ બંદૂકધારી 21 વર્ષીય રોબર્ટ આરોન લોન્ગની ધરપકડ કરવામાં આવી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. હજું સુધી ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.