ઉત્તર પ્રદેશ : ઝેરી દારુ પીવાથી હાથરસમાં પાંચ લોકોના મોત, અડધા ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર

New Update
ઉત્તર પ્રદેશ : ઝેરી દારુ પીવાથી હાથરસમાં પાંચ લોકોના મોત, અડધા ડઝનથી વધુ લોકોની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી સમાચાર છે. જ્યાં ઝેરી દારુ પીવાથી પાંચ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અડધા ડઝનથી વધુ લોકોની હાલત ખરાબ છે જેમને ઈલાજ માટે અલીગઢ રિફર કરવામાં આવ્યા છે. પાંચ લોકોના મોતની સૂચના મળતા જ જિલ્લાધિકારી રમેશ રંજન અને એસપી વિનીત જયસ્વાલ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાની આખી માહિતી લીધી. આ મામલો હાથરસ જિલ્લાના હાથરસ ગેટ વિસ્તાર, નગલા સિંધી ગામનો છે. મળતી માહિતી મુજબ નગલા સિંધી ગામમાં 26 એપ્રિલની સાંજે અમુક લોકોએ પોતાના કુળ દેવતાની પૂજા કરી હતી. એવી પ્રથા છે કે ત્યાંના લોકો કુળદેવતા પર દારૂનો પ્રસાદ ચડાવે છે અને પછી પોતે ગ્રહણ કરે છે. આરોપ છે કે ગામના જ રામહરિએ આ લોકોને 20 ક્વાર્ટર દેશી દારુ વેચ્યો હતો. આ દારુ પીને લોકોની હાલત બગડી ગઈ.

એક વ્યક્તિની મંગળવારની બપોરે હાલત બગડી ગઈ અને તેનુ ગામમાં જ મોત થઈ ગયુ. તેને ગામના લોકોએ ગામમાં દફનાવી દીધો. ચાર અન્ય લોકોની મંગળવારે સાંજે હાલત બગડી ગઈ અને તેમના મોત થઈ ગયા. ત્રણ શબોનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ. આમાં મોતનુ કારણ સ્પષ્ટ નથી. જો કે, બિસરા સુરક્ષિત રાખી લેવામાં આવ્યુ છે. લગભગ અડધા ડઝન લોકોની હાલત હજુ ગંભીર છે. તેમને ઈલાજ માટે અલીગઢ મોકલી દેવામાં આવ્યા છે.