New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/29114852/gh-2.jpg)
દુષ્કર્મના બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમો દ્વારા 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી
વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગત રાત્રે 14 વર્ષની સગીરા તેના યુવક સાથે ફરવા માટે ગઇ હતી. તે દરમિયાન બે અજાણ્યા ઇસમો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા યુવાનને માર માર્યો હતો. જેથી યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને સગીરા ત્યાં એકલી રહી ગઇ હતી. જેથી બંને શખ્સો સગીરાને અંધારામાં લઇ ગયા હતા. અને મોઢુ દબાવી બંનેએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. અને યુવતીને માર માર્યો હતો. યુવતીના ગુપ્ત ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે રાવપુરા પી.આઇ. જે.એફ.ચૌધરી તપાસ કરી રહ્યા છે.
Latest Stories