New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/22160207/maxresdefault-334.jpg)
વડોદરામાં શનિવારે રાત્રે આજવા રોડ પર આવેલાં સરદાર એસ્ટેટ પાસે આવેલી હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં અન્ય બે દુકાનો પણ આવી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વડોદરાના સરદાર એસ્ટેટ પાસે હાર્ડવેર દુકાનમાં આગની ઘટના બની હતી શનિવારે.
મોડી રાત્રે
બે વાગ્યાના અરસામાં આગ લાગતાં દોડધામ મચી હતી.સાવરીયા માર્બલ અને ઉમિયા ટ્રેડર્સ
પણ આગની ઝપેટમાં આવી જતાં આગ વિકરાળ બની હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી
કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ ક્યાં કારણ સર આગ લાગી તે હજી બહાર
આવી શકયું નથી. રાત્રિના સમયે આગ લાગી હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.
Latest Stories