વડોદરાના પાદરા નજીક આવેલાં મહી વોટર રીસોર્ટમાં બે
માળની બસમાં બેઠેલા છાત્રનું માથુ પોલ સાથે અથડાતાં તેનું મોત થયું હતું.
મારૂતિવાનને મોડીફાઇડ કરીને બે માળની બસ બનાવી દેવામાં આવી હતી. બેદરકારી બદલ
રીસોર્ટના માલિક સહિત 3 આરોપીઓ
સામે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મહી વોટર રિસોર્ટમાં
રિસોર્ટમાં ફરવા આવેલા અમદાવાદની દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળાના
વિદ્યાર્થી જીમિલ ગોપાલભાઈ કવૈયાનું માથુ પોલ સાથે અથડાતાં તેનું મોત થયું
હતું.રિસોર્ટમાં ફરવા માટે મારૂતિવાનને મોડીફાઇડ કરી બે માળની બસ બનાવી દેવામાં
આવી હતી અને તેના માટે આરટીઓ વિભાગની મંજૂરી લેવામાં ન આવી હોવાની વિગતો સપાટી પર
આવી છે. મીની બસ ચલાવનાર ડ્રાઇવર પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ ન હોતું. બનાવ
સંદર્ભમાં રિસોર્ટના માલિક શૈલેશ શાહ, મેનેજર પિયુષ વસોયા
અને મીની બસના ડ્રાઇવર પ્રકાશ પરમાર વિરૂધ્ધ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં
આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ધોરણ-8માં અભ્યાસ કરતો જીમીલ સહિત અન્ય છાત્રો
બસમાં બેઠા હતાં અને ગોળ-ગોળ ફરતી બસ રાઇડમાંથી જીમીલે માથું બહાર કાઢતા બસ રાઇડની
બાજુમાં ઉભા કરાયેલા પોલમાં તેનું માથું ભટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.