ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આગામી પેટા ચૂંટણીને લઈને રાજ્યના વિવિધ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને મળી રહ્યા છે, ત્યારે શનિવારના રોજ હાર્દિક પટેલ વડોદરા શહેરની મુલાકાતે આવી પહોચ્યા હતા.
રાજ્યમાં આગામી પેટા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિવિધ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે શનિવારના રોજ હાર્દિક પટેલ વડોદરાની મુલાકાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેઓ શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે કોંગ્રેસના 25થી 30 કાર્યકરોને મળ્યાં હતા. હાલના સમયમાં જ્યારે કોરોનાની મહામારીમાં લોકોનો જમાવળો ન કરવા માટે સરકારનો આદેશ છે, ત્યારે હાર્દિક પટેલ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિગના લીરેલીરા ઉડાવ્યા હોવાનો એક સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો હતો. કોરોનાની મહામારીમાં નેતા જ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કઇ રીતે ચાલશે. તેણે બૂમો પાડીને સામાજિક કાર્યકરે હાર્દિક પટેલ અને અન્ય કૉંગ્રેસના કાર્યકરોનો વિરોધ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જ્યારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આગામી પેટા ચૂંટણીની રણનીતિ માટે વિવિધ શહેરો અને ગામડામાં પોતાના કાર્યકર્તાઓને મળી રહ્યાં છે. હાર્દિક પટેલે મંદિરમાં બેઠક યોજયા બાદ શહેરના સંજયનગર વિસ્તારના અસરગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી, ત્યારે સંજયનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અસરગ્રસ્તોને મળીને વિશેષ ચર્ચા વિચારણા કરી હતી.