/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/27091721/nbn.jpg)
RRSA સંસ્થાના ડોકટર દ્વારા ઇજાગ્રસ્ત શ્વાનને 10 દિવસમાં ચાલતો કરી દીધો
આણંદ સ્થિત રેસ્કયૂ એન્ડ રીહેબીલેશન ઓફ સ્ટ્રે એનિમલ્સ (RRSA) સંસ્થા દ્વારા લાંબા સમયથી પશુઓની દેખરેખ તેમજ સારવાર આપવાનુ કામ કરી રહીં છે. અકસ્માતમાં ઇજા પામેલુ શ્વાન સંસ્થાના ધ્યાને આવતા તેને સારવાર આપી નવુ જીવનદાન આપવામાં આવ્યું હતુ. પ્રથમ વખત આ સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો મેગનેટિક થેરાપીનો ઉપ્યોગ કરી પેરાલીસીસ થયેલા શ્વાનને માત્ર 10 દિવસમાં ચાલતો કરી દેવાયો હતો.
સંસ્થાના સ્થાપક ભાવેશ સોલંકી સાથે આ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અમારી સંસ્થા દ્વારા લાંબા સમયથી આ પ્રકારનુ કામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં તમામ પ્રકારના પશુઓની દેખરેખ કરવાની સાથે ઇજા પામેલા પશુઓને સારવાર આપવામાં આવે છે. જ્યાં 10 દિવસ અગાઉ નડિયાદથી પ્રાણી પ્રેમીએ આ ઇજાગ્રસ્ત શ્વાનને લઇને અમારા સેન્ટર પર આવ્યાં હતા. જેથી સંસ્થાના તબીબ ડો. નિલોફર દેસાઇ દ્વારા શ્વાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અકસ્માતમાં શ્વાનના પાછળના બન્ને પગ કામ કરતા બંધ થઇ ગયા છે. અને તેને પેરાલીસીસી થઇ હોવાનુ જાણવા મળ્યું હતુ. આ શ્વાન ઊભુ થવાનુ તો દુર પણ ચાલી પણ નહોતુ શક્તુ.
પુલ્સેડ ઇલેક્ટ્રો મેગ્નેટિક થેરાપી સૌ પ્રથમ નાસા દ્વારા પોતાના અવકાશયાત્રીઓ પર વાપરવામાં આવી હતી
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ અમારી માટે એક ચેલન્જીંગ ટાસ્ક હતો. જેથી ડો. નિલોફર દેસાઇએ એક્વા થેરાપીની સાથે, ઇલેક્ટ્રો-મેગ્નેટિક થેરાપીનો ઉપ્યોગ કર્યો હતો. જેની સાથે બહુ જ જૂજ એવી ટેકનોલોજી નો ઉપયોગ કરી ને આ શ્વાનને સમયાંતરે પુલ્સેડ ઇલેક્ટ્રો મેગ્નેટિક થેરાપી આપવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેકનોલોજી સૌ પ્રથમ નાસા દ્વારા પોતાના અવકાશયાત્રીઓ પર વાપરવામાં આવી હતી.
ડોક્ટર નિલોફર દેસાઈએ જણાવ્યું હતું કે પલ્સડ ઇલેક્ટ્રો-મેગ્નેટિક થેરપીની સાથે સાથે આ શ્વાનને દરરોજ હાઈડ્રોથેરાપી આપવામાં આવતી હતી. જેમાં તેને નક્કી કરેલા સમય સુધી પાણીમાં તરાવવામાં આવતું હતું અને તેને દવાયુક્ત તેલથી મસાજ પણ કરવામાં આવતો હતો,જેના કારણે આ શ્વાન 10 દિવસની સારવાર બાદ હાલમાં પોતાના ચાર પગે ચાલી શકે છે.