વડોદરા: શિવમ પેટ્રોકેમિકલ કંપનીમાં ભિષણ આગ,6 કામદાર દાઝ્યા,જુઓ આગના દ્રશ્યો

New Update
વડોદરા: શિવમ પેટ્રોકેમિકલ કંપનીમાં ભિષણ આગ,6 કામદાર દાઝ્યા,જુઓ આગના દ્રશ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલ શિવમ ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનામાં 6 કામદાર દાઝી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલ શિવમ ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કંપનીમાં રીએક્ટરમાં ધડાકો થયાનો અવાજ આઠ કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ટોળે વળ્યાં હતાં. સાવચેતીના પગલાં રૂપે આગ લાગેલ કંપનીની આજુબાજુના ખેતરોમાં વસવાટ કરતાં લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.આ બનાવમાં ચોથા માળે કામ કરી રહેલા ગોલુભાઇ, ગીરીશભાઈ, સિરાજુદ્દીન અને સુજીતભાઈ તેમજ અમરેન્દ્ર અને રામકૃષ્ણ મળી છ જેટલા કર્મચારીઓને દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તો પૈકી ચાર કર્મચારીઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે કામદારોને સારવાર બાદ રાજા આપવામાં આવી હતી. ભારે ધડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં અને આજુબાજુના લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બની હતી.

Latest Stories