/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/24172618/IMG-20201124-WA0032-e1606218991405.jpg)
વડોદરા શહેર જીલ્લામાં આવેલા શિનોર તાલુકાના બરકાલ ગામ ખાતે આવેલ શ્રી લીલાશાહજી ગૌસંવર્ધન સાર્વજનિક ટ્રસ્ટ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જે અવસરે પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી દ્વારા ગૌશાળાની 100થી વધુ ગાયોની પૂજા કરવામાં આવી હતી અને તેમને ઘાસ અને સુકામેવાવાળા લાડું ખવડાવવામાં આવ્યા હતા.
જે વિશે માહિતી આપતા ભારતી શ્રીજીએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે રોજ સવારે ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને પીવું જોઈએ. આ સાથે પંચગવ્યથી બનાવવામાં આવેલ દવાથી કોરોનાના દર્દીઓને રાહત મળે છે. આ સાથે પંચગવ્ય ચિકિત્સા દ્વારા કેંસર અને સાઇટિકા જેવા રોગોમાં પણ રાહત મળે છે.
ગાયના છાણમાંથી બનતી વસ્તુઓથી લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાના સપનાને ગૌ રક્ષા કરતા લોકો સાકાર કરી શકે છે. દેશમાં ગૌ માતાની જે હત્યા થઈ રહી છે તે અટકાવવા માટે આપણે બધાએ એક થઈને આગળ આવવું પડશે તો જ ફરી ભારત વિશ્વગુરુ બનશે.