વડોદરા : કરજણના યુવાનના 13 દિવસ પહેલાં થયા હતાં લગ્ન, વાંચો કેવી રીતે આવ્યો કરૂણ અંજામ

New Update
વડોદરા : કરજણના યુવાનના 13 દિવસ પહેલાં થયા હતાં લગ્ન, વાંચો કેવી રીતે આવ્યો કરૂણ અંજામ

વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે યુવક અને યુવતીનો સંસાર કોરોનાના કારણે તુટી ગયો છે. લગ્નના બીજા દિવસે જ યુવાનનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને 13 દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.

કરજણ તાલુકામાં રહેતા એક યુવાનના લગ્ન 13 દિવસ પહેલાં વાજતે ગાજતે થયાં હતાં. યુવક અને યુવતીએ જીવનની નવી ઇનિગ્સનો પ્રારંભ કર્યો હતો પણ લગ્નના બીજા જ દિવસે યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતાં તેનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં પત્ની અને પરિવારજનો ચિંતાતુર બની ગયાં હતાં. યુવાનને સારવાર માટે વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. 13 દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ યુવાનને અંતિમ શ્વાસ લીધાં હતાં.

પત્નીના હાથમાંથી લગ્નની મહેંદીનો રંગ પણ ગયો ન હતો ત્યાં તેણે પતિને ગુમાવી દીધો છે. કોરોનાની મહામારીએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે. અનેક પરિવારો કોરોનાના કારણે તુટી ગયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય હાલ કોરોનાની મહામારીના કટોકટી ભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે તમામ લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનુંપાલન કરે અને વેક્સીન મુકાવે તે જરૂરી છે. કોરોના સામેની નાની અમથી પણ બેદરકારી જીવલેણ સાબિત નિવડી શકે છે. કોરોના સામે લડવા માટે તમામ લોકો કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરે તે જરૂરી છે.

Latest Stories