વડોદરા : લાકોદરાની પેપર મીલમાં ફાટી નીકળી હતી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ

New Update
વડોદરા : લાકોદરાની પેપર મીલમાં ફાટી નીકળી હતી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા ગામે આવેલી સ્કૂલ ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં ગત શુક્રવારની મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાના પગલે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં 10થી વધુ ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઇસ્કોન ક્રાફટ પેપર મીલમાં લાગેલી ભીષણ આગના પગલે લાખો રૂપિયાના નુકશાનની આશંકા સેવાઈ રહી છે. તો સાથે જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories