મારે ગૃહિણી
એટલે કે હાઉસ વાઇફ ગ્લેમરના ક્ષેત્રમાં ના જઈ શકે એવી ઘર કરી ગયેલી માન્યતા તોડવી
હતી.કોઈ પણ ઉંમરે તમે જીવનમાં નવું સાહસ કરી શકો એને ઉંમરનો બાધ નડતો નથી તેમ
મિસિઝ ગુજરાતના વિજેતા વડોદરાની જયોતિ પરમાર જણાવ્યું હતું.
વડોદરાના
વાઘોડિયા રોડ પરના નીલાંબર વિલાના નિવાસી જ્યોતિ પંકજ પરમારએ તાજેતરમાં નવી દિલ્હી
નજીક ફરીદાબાદમાં વિજી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલી બ્યુટી પેજન્ટમાં મિસિસ ગુજરાત
સ્ટેટ નો ખિતાબ જીત્યો છે.આ સ્પર્ધામાં દેશના લગભગ વીસ રાજ્યોમાં થી ૨૨થી લઈને ૫૯
વર્ષની ઉંમરની પરિણીત મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માત્ર મેરીડ મહિલા જ ભાગ
લઈ શકે એવો નિયમ હતો.તેની સાથે મિસિસ ઇન્ડિયા સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં જ્યોતિ એ
સારો દેખાવ કર્યો હતો.
જ્યોતિ નો
ઉછેર બચપણમાં શહેરના બકરાવાડી જેવા નિમ્ન મધ્યમ વર્ગીય અને રૂઢીચુસ્ત વિસ્તારમાં થયો હતો.તે સમયે એના પિતૃ
પરિવારની હાલત એટલી સંપન્ન ન હતી.સમાજની રીત પ્રમાણે વહેલા લગ્ન થઈ જતાં કોલેજના
વહેલા વર્ષ પછી ભણતર છૂટી ગયું અને એ પહેલાં સંતાનના જન્મ પછી કૌટુંબિક
જવાબદારીઓમાં વ્યસ્ત રહી.તે સમયે બ્યુટી પેજન્ટ માં એ ભાગ લઈ શકે એવું વાતાવરણ કે
ક્ષમતા ન હતા.પરંતુ કશુંક અનોખું કરવાની તીવ્ર ઈચ્છા હતી. પતિ અને પરિવારજનોના
પ્રોત્સાહનથી સંતોષાઈ છે આજે જ્યોતિ એના આ સાહસને મળેલી સફળતા થી ખૂબ ખુશ છે.એની
કિશોર વયની દીકરી માતાના આ નવા રૂપથી અને મળેલી સિદ્ધિ થી પ્રોત્સાહિત અને આનંદિત
થઈ છે.