વડોદરા : મધ્યમવર્ગીય પરિવારની પરણિતાએ જીત્યો મિસિસ ગુજરાત સ્ટેટ એવોર્ડ

વડોદરા : મધ્યમવર્ગીય પરિવારની પરણિતાએ જીત્યો મિસિસ ગુજરાત સ્ટેટ એવોર્ડ
New Update

મારે ગૃહિણી

એટલે કે હાઉસ વાઇફ ગ્લેમરના ક્ષેત્રમાં ના જઈ શકે એવી ઘર કરી ગયેલી માન્યતા તોડવી

હતી.કોઈ પણ ઉંમરે તમે જીવનમાં નવું સાહસ કરી શકો એને ઉંમરનો બાધ નડતો નથી તેમ

મિસિઝ ગુજરાતના વિજેતા વડોદરાની જયોતિ પરમાર જણાવ્યું હતું. 

publive-image

વડોદરાના

વાઘોડિયા રોડ પરના નીલાંબર વિલાના નિવાસી જ્યોતિ પંકજ પરમારએ તાજેતરમાં નવી દિલ્હી

નજીક ફરીદાબાદમાં વિજી ગ્રુપ દ્વારા યોજવામાં આવેલી બ્યુટી પેજન્ટમાં મિસિસ ગુજરાત

સ્ટેટ નો ખિતાબ જીત્યો છે.આ સ્પર્ધામાં દેશના લગભગ વીસ રાજ્યોમાં થી ૨૨થી લઈને ૫૯

વર્ષની ઉંમરની પરિણીત મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માત્ર મેરીડ મહિલા જ ભાગ

લઈ શકે એવો નિયમ હતો.તેની સાથે મિસિસ ઇન્ડિયા સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં જ્યોતિ એ

સારો દેખાવ કર્યો હતો.

જ્યોતિ નો

ઉછેર બચપણમાં શહેરના બકરાવાડી જેવા નિમ્ન મધ્યમ વર્ગીય અને રૂઢીચુસ્ત  વિસ્તારમાં થયો હતો.તે સમયે એના પિતૃ

પરિવારની હાલત એટલી સંપન્ન ન હતી.સમાજની રીત પ્રમાણે વહેલા લગ્ન થઈ જતાં કોલેજના

વહેલા વર્ષ પછી ભણતર છૂટી ગયું અને એ પહેલાં સંતાનના જન્મ પછી કૌટુંબિક

જવાબદારીઓમાં વ્યસ્ત રહી.તે સમયે બ્યુટી પેજન્ટ માં એ ભાગ લઈ શકે એવું વાતાવરણ કે

ક્ષમતા ન હતા.પરંતુ કશુંક અનોખું કરવાની તીવ્ર ઈચ્છા હતી. પતિ અને પરિવારજનોના

પ્રોત્સાહનથી સંતોષાઈ છે આજે જ્યોતિ એના આ સાહસને મળેલી સફળતા થી ખૂબ ખુશ છે.એની

કિશોર વયની દીકરી માતાના આ નવા રૂપથી અને મળેલી સિદ્ધિ થી પ્રોત્સાહિત અને આનંદિત

થઈ છે.

#Vadodara #Vadodra News #Mrs Gujarat
Here are a few more articles:
Read the Next Article