વિધાયકોએ વિવિધ લોક પ્રશ્નોની અસરકારક રજૂઆતો કરી.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા એ વુડા હેઠળના ભાયલી
વિસ્તાર માટે રૂ.૧૦૦કરોડના રસ્તાના કામોની રાજ્ય સરકારે મંજૂર કર્યા છે ત્યારે આ
કામો ઝડપભેર હાથ ધરાય અને લોકોને રસ્તા ઉપરાંત ગટર વ્યવસ્થા,પાણી જેવી સુવિધાઓ મળે એ માટે સવાલો ઉઠાવ્યા હતા.આ ઉપરાંત
વઢવાણા તળાવના ૫દરવાજાઓ ના સમારકામ,કેનાલોની સુધારણા અને
પાણી યોગ્ય રીતે મળે એ માટે ઓપરેટરો ની નિમણુંક જેવી રજૂઆતો કરી હતી.
પાદરાના ધારાસભ્ય જસપાલ સિંહે પાદરા વિસ્તારના
કામદારોને કામદાર રાજ્ય વીમા યોજનાના તબીબી અને રોકડ સહાયના લાભો યોગ્ય રીતે મળે , મદાપુરા ગામને રસ્તાની સુવિધા તેમજ આધારકાર્ડ બનાવવાની સુવિધાઓમાં વધારો
કરવાની જરૂર જેવી બાબતો ઉઠાવી હતી.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે શિનોર તાલુકામાં ૨૫જેટલા કૃષિ વીજ જોડાણો આપવા સહિતની બાબતો રજૂ કરી હતી. જિલ્લા કલેકટરે કામદાર રાજ્ય વીમા યોજનાના લાભોની કામદારોમાં ઉચિત સમજ અને જાગૃતિ કેળવાય એ માટે જાગૃતિ શિબિરો યોજવા સંબંધિતોને જણાવ્યું હતું. વુડાના અધિકારીને ધારાસભ્યની રજૂઆતો ધ્યાનમાં રાખીને સમુચિત નિરાકરણ આણવા જણાવ્યું હતું. એમ.જી.વી.સી.એલના અધિકારીને શિનોર તાલુકાના ૨૫ પડતર કૃષિ વીજ જોડાણોની કામગીરી ઝડપથી થાય તે જોવા જણાવ્યું હતું. એક વિધવા મહિલાના ઘરેલુ વીજ જોડાણની મુશ્કેલી તાત્કાલિક હલ કરી , કરેલી કાર્યવાહીની જાણ કરવા સૂચના આપી હતી.
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે નર્મદા યોજનાની
નહેરોના સમારકામના અભાવે ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિવારણનો ખાસ અનુરોધ કર્યો હતો
અન્ય ધારાસભ્યોએ પણ આ બાબતમાં સુર પુરાવ્યો હતો. કલેકટરે નિગમના અધિકારીઓને
કેનાલોના સમારકામનું યોગ્ય આયોજન કરવા અને જરૂર પડ્યે નરેગાના અનુદાનોની મદદ થી
દુરસ્તી હાથ ધરવા જણાવ્યું હતું. તમામ ધારાસભ્યોની રજૂઆતના અનુસંધાને સેવા સેતુ આયોજનનો
ખર્ચ ઇ સેવા સેતુ સોસાયટીના ભંડોળમાંથી કરવા અને જે તે પંચાયતના માથે આર્થિક ભારણ
ના આવે એની તકેદારી લેવા પ્રાંત અધિકારીઓને જણાવ્યું હતું.