વડોદરા : ભુતડીઝાંપાની રામદેવપીરની ચાલીમાં ખુની ખેલ, યુવકે યુવતીના વૃધ્ધ પિતાની કરી હત્યા

વડોદરા : ભુતડીઝાંપાની રામદેવપીરની ચાલીમાં ખુની ખેલ, યુવકે યુવતીના વૃધ્ધ પિતાની કરી હત્યા
New Update

વડોદરા કે જયાં પ્રેમમાં એક તરફી પાગલ યુવાને યુવતીના પિતાની છરીના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી છે.........

વડોદરા શહેરના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલી રામદેવપીરની ચાલી ગત રાત્રિના સમયે લોહીયાળ ખેલની સાક્ષી બની હતી. પ્રેમમાં પાગલ યુવાને યુવતીના પિતાની સરા જાહેર હત્યા કરી નાંખવામાં આવી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર રામદેવપીરની ચાલીમાં શેરી નંબર 2માં રહેતા 50 વર્ષીય દેવજીભાઈ ભલાભાઇ સોલંકી છુટક મજુરીકામ કરે છે. તેમને સંતાનોમાં છ પુત્રી અને બે પુત્રો છે. જે પૈકી બે પુત્રીઓ પ્રજ્ઞાચક્ષુ છે. બુધવારે રાત્રિના સમયે તેમની 21 વર્ષીય દિકરી અંજલિ ઘરની બહાર નીકળી હતી. તે વેળા ચાલીમાં રહેતાં અને 26 વર્ષીય અરૂણ ઉર્ફે વરૂણે તેને રોકી હતી. અરૂણ બુટ- ચંપલની દુકાનમાં નોકરી કરે છે. અંજલિએ તેને મળવા માટે ના પાડી દીધી હતી અને પોતાના ઘરે આવી ગઇ હતી. ઘરે જઇને તેણે ઘરમાં જાણ કરતાં અંજલિના માતા અને પિતા અરૂણના ઘરે ગયાં હતાં અને તેને ઠપકો આપ્યો હતો. અંજલિના માતા-પિતાએ આપેલાં ઠપકાનું લાગી આવતાં અરૂણ થોડી વારમાં છરી સાથે અંજલિના ઘરે પહોંચી ગયો હતો. અને અંજલિના પિતા દેવજીભાઇના પેટમાં છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત દેવજીભાઇને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં પણ તેમણે દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસે દોડી આવી આરોપી અરૂણ ઉર્ફે વરૂણ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવજીભાઇની હત્યાના પગલે સાત સંતાનોના માથેથી પિતાનું છત્ર છીનવાય ગયું છે અને પરિવારના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

#Connect Gujarat #Vadodara #affair #Vadodara Murder #hatya #Murder Of Father #Vadodara Hatya
Here are a few more articles:
Read the Next Article