વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

New Update
વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

વર્ષ 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા

માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા

જણવાઇ રહે તે માટે પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં

આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી પોલીસ

કમિશનર કેશરીસિંહ ભાઠીના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ આ વખતે યુવકોની સાથે સાથે

મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષને

આવકારવા માટે યુવા પેઢી દારૂ અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે.

શહેરમાં મધરાત સુધી વિવિધ 10 જેટલા પોલીસ પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી લોકોની

ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11 ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

હેવી ટ્રાફિક ધરાવતા શહેરના 70 પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના 273 પોલીસ કર્મચારીઓને

તહેનાત કરાશે. ઉપરાંત મેદાનો અને આવવારું સ્થળોએ મલ્ટીપર્ફઝ લાઈટ્સનો ઉપયોગ

કરવામાં આવશે. જો કોઈ યુવતી કે મહિલા ભૂલી પડી હશે, તો

પોલીસ તેને ઘર સુધી મૂકી આવશે. એટલું જ નહીં SOGની ટીમ

એન્ટી ડ્રગ કીટથી તપાસ કરશે. નવા વર્ષને આવકારવા માટે કરવામાં આવતી ઉજવણી

શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ છે.

Latest Stories