વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. એમ.આર.ડી ફેકલ્ટી પાછળ આવેલ ગુલાબ વાટિકામાં ચંદનનું વૃક્ષ કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા.એક મહિના પૂર્વે પણ MS યુની.માં ચંદનના વૃક્ષની ચોરીનો બનાવ બન્યો હતો. યુની.કેમ્પસમાં ચોરીના વારંવાર બનાવો બનતા હોવા છતા સતાધીશો દ્વારા કોઈ પગલા ન લેવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવા બનાવો અંગે સત્તાધીશો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી.