સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું કરાયું વિમોચન

સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન

શ્રીમતી અમિતા જૈન દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક 

કિશોરીઓના સશક્તિકરણ,સર્વાંગી વિકાસનો પુસ્તકમાં ઉલ્લેખ

અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સક્ષમ કિશોરી’ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર ડો. નવનાથ ગવ્હાણે,ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલ.બી.પાંડે,અનુરાગ પાંડે તેમજ ‘સક્ષમ કિશોરી’ પુસ્તકના લેખક શ્રીમતી અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સક્ષમ કિશોરી’ પુસ્તક કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.