ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાવન સલીલા માઁ નર્મદા નદીના પવિત્ર કિનારે એક અદ્ભુત ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.તવરા ગામના શ્રી પંચદેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા માતાજીની 24 કલાકની અખંડ આરતીનું ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના તવરા ગામના શ્રી પંચદેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા માતાજીની 24 કલાકની અખંડ આરતીનું ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.25મી ઓગષ્ટના રોજ મંગળવારે સવારે 7 વાગ્યે મંત્રોચ્ચાર અને જયઘોષ સાથે આ 24 કલાકની અખંડ આરતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અખંડ આરતી 26મી ઓગષ્ટને બુધવારના રોજ સવારે 7 વાગ્યે પૂર્ણ થશે.
આ ધાર્મિક પ્રસંગે તવરા આહિર સમાજના ભાઈ-બહેનો, વડીલો અને બાળકો સહિત સમગ્ર જૂના તવરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
