/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16152238/maxresdefault-98.jpg)
કોરોનાની ઘાતક લહેર વચ્ચે સૌ કોઇ ભયની ગર્તામાં ધકેલાઇ ગયાં છે ત્યારે કોરોનાના દર્દીઓ પોતાનું દર્દ ભુલી ઝડપથી સાજા થાય તે માટે વડોદરાની પારૂલ હોસ્પિટલમાં અનોખી દવા આપવામાં આવી રહી છે.
કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહયો છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અહીં રોજના સરેરાશ 50 જેટલા દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવી રહયાં છે. કોરોના કરતાં કોરોનાના ડરથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. ચારે તરફ ફેલાયેલાં ભયના વાતાવરણમાં દર્દીઓ ગભરાય નહીં અને તેમનામાં આત્મવિશ્વાસ વધે એ માટે વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં દર્દીઓનો આત્મવિશ્વાસ વધે અને સાજા થઇ જાય એ માટે મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના વોર્ડમાં હીંદી ફિલ્મોના ગીતો વગાડવામાં આવે છે અને તેના ઉપર હોસ્પિટલનો સ્ટાફ ડાન્સ કરે છે અને દર્દીઓ પણ તાળીઓ વગાડી તેમને સાથ આપે છે. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.