વડોદરા : અભિષેક પટેલે લોકડાઉનમાં લખ્યું પુસ્તક, અલગ અંદાજમાં ૭ વિષયને આવરીને ૫૧ કવિતા આલેખી

New Update
વડોદરા : અભિષેક પટેલે લોકડાઉનમાં લખ્યું પુસ્તક, અલગ અંદાજમાં ૭ વિષયને આવરીને ૫૧ કવિતા આલેખી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અભિષેક પટેલ દ્વારા કોરોનાના સમયમાં વિવિધ વિષયોને અવરી લેતા પુસ્તક લખવામાં આવ્યું છે. જે વિશે માહિતી આપતા લેખક અભિષેક પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનના ૭૫ દિવસની અંદર પ્રેમ, કુદરત, ફેમેનિઝમ, સોસાયટી, પેટ્રોટીઝમ, મોટીવેશન અને ફિલોસોફી જેવા વિષયોને ધ્યાનમાં રાખીને ૫૧ કવિતાઓ લખી છે. મેં દરેક કવિતા હિન્દીમાં લખી છે, કારણકે મારે દેશના યુવાનોને મેસેજ આપવો છે કે, આપણે રાષ્ટ્રીય ભાષા પર ભાર આપવો જોઈએ.

૨૦૧૫ થી 2018 સુધી જર્મની હતો ત્યારે વિચાર આવ્યો કે પુસ્તક લખાય છે. મારું પુસ્તક ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ પર વિશ્વવ્યાપી પ્રકાશિત થશે. પુસ્તકમાંથી થનારી આવકના ૨૦% પીએમ કેર ફંડમાં અપાશે. મારા પિતા સરકારી કર્મચારી છે અને માતા હાઉસવાઇફ છે.
વોકલ ફોર લોકોને સપોર્ટ કરતા હું આવનારા સમયમાં દેશને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક નવા પ્રયત્ન કરીશ. આ પુસ્તકમાં મેં લખેલી દરેક કવિતામાં મેં સ્કેચ અને પિક્ચર મૂક્યા છે.

Latest Stories