વડોદરા શહેર બહાર હાઇવે બ્રિજ નીચેથી નોકરિયાતોની ચોરી થયેલ 19 મોટરસાયકલ સાથે 2 શખ્સો ઝડપાયા...

વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઇવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે.

New Update
vdrrrr

વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઇવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે. આવી મોટર સાયકલની ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 19 જેટલી ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી હતી.

વડોદરા શહેરથી જિલ્લામાં આવેલા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરવા જતા નોકરીયાતો કેટલાક પીક અપ જંક્શન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે.અમિત નગર સર્કલએરપોર્ટ સર્કલકપુરાઈ ચોકડી,આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુવિલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કેઅજબડી મિલ પાસે નિતેશ ડામોર તેમજ ઈશ્વરલાલ કટારા એમ 2 વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા. પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોની પોલીસે અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓએ શહેરમાં થઈ રહેલી વાહન ચોરી પૈકી કુલ 19 જેટલી મોટર સાયકલો ચોરી કરીને રાજસ્થાન મોકલી આપી હોવાની કબુલાત કરી હતી. બંને ચોર તત્વો શહેરના જાંબુઆકપુરાઈગોલ્ડનવાઘોડિયાવરણામા તેમજ l&t સર્કલ નજીક વોચમાં બેસતા હતા. શહેરના ગુરુકુળ ચાર રસ્તામાણેકપાર્કખોડીયાર નગરહરણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તા ઉપર નોકરીએ જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતી મોટરસાયકલ તેમજ હાલોલ ખાતેની કંપનીઓ પાસેથી મોટર સાયકલની ચોરી કરી હોવાની તેઓએ કબુલાત કરી હતી. ચોરી કરેલી મોટર સાયકલ રાજસ્થાન ખાતે લઈ જઈને રાજસ્થાનના જુદા જુદા લોકોને મોટર સાયકલો મામૂલી કિંમતે વેચી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તમામ મોટરસાયકલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંનેવ આરોપીઓ પાસેથી શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી 19 જેટલી મોટર સાયકલો રાજસ્થાન ખાતેથી રિકવર કરીને બંને બાઈક ચોર ગઠિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories