Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવા વર્ષનો પહેલો જ દિવસ માતમમાં ફેરવાયો, દિવેર નદીના વહેણમાં 4 યુવકો તણાયા, શોધખોળ શરૂ....

ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા.

વડોદરા : નવા વર્ષનો પહેલો જ દિવસ માતમમાં ફેરવાયો, દિવેર નદીના વહેણમાં 4 યુવકો તણાયા, શોધખોળ શરૂ....
X

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામમાં નવા વર્ષનો પ્રથમ દિવસ માતમમાં ફેરવાયો છે. ભદારી ગામના 6 કિશોર દિવેર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા. 6 કિશોર પૈકી 4 કિશોર નાહવા પડ્યા હતા, જ્યારે બે કિશોરને તરતા આવડતું ન હોવાથી તેઓ નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા. નાહવા પડેલા 4 યુવાન નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા, જેમાં 1 કિશોર તરીને બહાર આવી ગયો હતો, જ્યારે અન્ય 3 નર્મદાના ધસમસતા વહેણમાં તણાય જતાં લાપત્તા થઇ ગયા હતા. મંગળવારે સમી સાંજે ડૂબેલા 3 કિશોરની 15 કલાકથી કરજણ ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે,

પરંતુ હજુ સુધી તેમનો પત્તો મળ્યો નથી. લાપત્તા થયેલા 3 પૈકી બે કિશોર પરિવારના એકના એક પુત્ર છે. શિનોર તાલુકાના ભદારી ગામમાં અને દિવેર પંથકમાં હાહાકાર મચાવી મૂકનારા આ બનાવ અંગેની મળેલી માહિતી પ્રમાણે, ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં કિસન લાલાભાઈ વસાવા (ઉં.વ.15), અક્ષય રમેશભાઈ વસાવા (ઉં.વ.15) અને સોહિલ જયંતીભાઈ વસાવા (ઉં.વ.14) દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જતાં લાપત્તા થતાં તેમની કરજણ ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. 15 કલાકથી ચાલી રહેલી શોધખોળ છતાં ત્રણે કિશોરોનો પત્તો ન મળતાં વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આજે સવારે વડોદરા ફાયરબ્રિગેડની એક ટીમ દિવેર જવા માટે રવાના થઇ હતી.




Next Story