Connect Gujarat
વડોદરા 

વડોદરા, અંક્લેશ્વર, ભરૂચ અને આણંદમાં ૭ બોગસ પેઢી મળી, રૂ ૧૨.૭૩ કરોડનું કૌભાંડ બહાર આવ્યું

વડોદરા, અંક્લેશ્વર, ભરૂચ અને આણંદમાં ૭ બોગસ પેઢી મળી, રૂ ૧૨.૭૩ કરોડનું કૌભાંડ બહાર આવ્યું
X

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, ત્યારે તા.૧ના રોજ વડોદરા જિલ્લામાં ૭ શંકાસ્પદ પેઢીઓના સ્થળો ખાતે તેમજ ભરૃચ,આણંદ અને અંક્લેશ્વરમાં ૩ સ્થળે એમ કુલ ૧૦ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ જીએસટી વડોદરા વિભાગ-૫ અને ૬ ના અધિકારી ઓ દ્વારા ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં વડોદરા જિલ્લામાં ૫ પેઢીઓ અને ભરૃચ, અંક્લેશ્વર અને આણંદમાં ૨ મળી કુલ ૭ બોગસ મળી આવી હતી. આ બોગસ પેઢીઓના ડોક્યુમેન્ટસ ફોર્જડ જણાયેલ છે. તથા આ પેઢીઓમાં ડોક્યુમેન્ટસનો દુરૃપયોગ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. ચકાસણીની કામગીરીમાં બોગસ પેઢીઓ મારફતે રૃ.૧૨.૭૩ કરોડના ના બિલો ઇસ્યુ કરી રૃ.૨.૫૪ કરોડની વેરાશાખ પાસઓન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

બોગસ પેઢીઓની મદદથી છેતરપીડીં આચરી ખોટી વેરાશાખ મેળવનાર લોકો પાસેથી વેરાની વસૂલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે પણ કામગીરી હાથ ધરાશે.

Next Story