હવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો

હવસખોરે બાળકીનો એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો....

New Update
હવસ સંતોષવા 45 વર્ષના આધેડે બાળકીને શારીરિક અડપલાં કરતાં મહિલાઓએ ધીબેડી નાખ્યો

વડોદરાના વેમાલી વિસ્તારમાં સ્થિત કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે 10 વર્ષની બાળકીને શારીરિક અડપલા કર્યાં હતા. જેને પગલે સ્થાનિક મહિલાઓએ સુપરવાઇઝરને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. મહિલાઓએ ચપ્પલથી આધેડને માર માર્યો હતો અને લાફાવાળી પણ કરી હતી.

વડોદરા મહાનગરપાલિકાના વેમાલી ગામ ખાતે આવેલ STPમાં સુપરવિઝન કરતા અને જરોદ ખાતે રહેતા 45 વર્ષીય દિનેશ ભાલીયા આજ રોજ પ્લાન્ટમાં ફરજ હાજર હતા. આ સમયે છૂટક મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી રમી રહી હતી. આ માસુમ બાળકીને એકલી રમતી જોઈને હવસખોર દિનેશ ભાલીયાએ તેના પર નજર બગાડી હતી અને તેની એકલતાનો લાભ ઊઠાવીને માસૂમ બાળકીને પટાવી STPના બાથરૂમમાં લઈ ગયો હતો. આ માસૂમ બાળકી સાથે હવસખોર દિનેશે શારીરિક અડપલા કરતા બાળકી એકદમ ગભરાઈ ગઈ હતી અને તુરંત જ ત્યાથી ભાગીને રડતી-રડતી બાથરૂમમાંથી બહાર આવીને ઊભી રહી ગઈ હતી

શ્રમજીવી પરિવાર પોતાની બાળકીને રડતી જોઈ તરત જ બાળકી પાસે દોડી આવ્યા હતા અને બાળકીના પિતાએ તેણીને પૂછ્યું કે, કેમ રડે છે? શું થયું? tત્યારે તેણીએ રડતા-રડતા સમગ્ર હકીકત તેના પિતાને જણાવી હતી. આ અંગે આસપાસના લોકોને જાણ કરતા રોષે ભરાયેલા તમામ રહીશોએ ભેગા મળીને હવસખોર દિનેશ ભાલીયાને મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને દિનેશ ભાલીયાની અટકાયત કરીને તેને પોલીસ મથક ખાતે લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories