Connect Gujarat
વડોદરા 

વડોદરાના છાણી વિસ્તારમાં રમતા-રમતા બાળકી બોરવેલમા ખાબકતા જીંદગીનો જંગ હારી

શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું

X

યોગીનગર ટાઉનશીપ પાસે બોરવેલમાં ખાબકી બાળકી

3થી4 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી બાળકી

ફાયર વિભાગ અને પોલીસે બાળકીનું રેસ્ક્યુ કરી બહાર કાઢી

બોરવેલમાં પડેલ બાળકીએ સારવાર દરમિયાન દમ તોડ્યો

બાળકીના મોતથી શ્રમજીવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

અવારનવાર બોરવેલ કે ઊંડા ખાડામાં બાળકો રમતા રમતા પડી જવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક એવીજ ઘટના વડોદરામાં બની હતી જેમાં શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું છે ..

મળતી માહિતી અનુસાર વડોદરાના છાણી જકાતનાકા પાસે યોગીનગર ટાઉનશીપ પાસે રમતા રમતા શ્રમજીવી પરિવારની 3થી4 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી બનાવનો કોલ મળતાજ ફાયર વિભાગની સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10 થી 15 ફૂટ ઊંડા ખાડામાં પડેલ બાળકીને બચાવવા તરત જ બચાવ કામગીરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને ફાયર વિભાગે મહામહેનતે રેસ્ક્યુ કરી બાળકીને સહીસલામત બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા તો મળી હતી પરંતુ બાળકીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બાળકીનો પરિવાર ભાંગી પડયો હતો

Next Story