Connect Gujarat
વડોદરા 

આત્મીય યુવા પર્વ અને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના નિમંત્રણ હેતુ વડોદરામાં ભવ્ય બાઈક રેલી યોજાય...

હરિધામમાં આત્મીય યુવા પર્વ તેમજ તા. 22 જાન્યુ.એ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લોકને નિમંત્રણ આપવા હેતુસર વડોદરા ખાતે ભવ્ય બાઇક રેલી યોજાય હતી.

X

આગામી તા. તા. 27 ડીસે. હરિધામમાં આત્મીય યુવા પર્વ તેમજ તા. 22 જાન્યુ.એ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લોકને નિમંત્રણ આપવા હેતુસર વડોદરા ખાતે ભવ્ય બાઇક રેલી યોજાય હતી.

હરિધામ સોખડા ખાતે આગામી તા. 27 ડીસેમ્બરે યોજાનાર ‘આત્મીય યુવા પર્વ' અને તા. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જનજાગૃતિ તેમજ નિમંત્રણ આપવા માટે વડોદરામાં ‘આત્મીય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પોલો ગ્રાઉન્ડથી શરૂ થયેલી ભવ્ય બાઇક રેલીમાં લોકોને નિમંત્રણ આપવા 5 હજાર જેટલા યુવક–યુવતીઓ જોડાયા હતા. અલગ અલગ 2 રુટ ઉપર 40 કિલોમીટરની યાત્રાને હરિધામના અધિષ્ઠાતા પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓની સાથે વડીલ સંતો સંત વલ્લભ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, આચાર્ય સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી, માધવપ્રિય સ્વામી, શ્રીજીસૌરભ સ્વામી, પ્રાણેશ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ મંત્રી ભીખા રબારી, સાંસદ રંજન ભટ્ટ, મેયર પિન્કી સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, હિન્દુ ધર્મસેનાના પ્રમુખ નાગાર્જુન સિસોદિયા, પૂર્વ ધારાસભ્ય સી.એમ.પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story