વડોદરાના આકાશમાં સ્પેનના ડિફેન્સ કાર્ગો પ્લેનનું  ટ્રાયલ રાઉન્ડ,વિમાનની ઘરઘરાટીથી આકાશ ગુંજી ઉઠ્યું

સ્પેનની કંપની એરબસ અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે 54 પ્લેન ભારતીય વાયુસેનાને મળવાના છે,જે પૈકી 14 પ્લેન સ્પેનમાં તૈયાર થઈ ભારતમાં આવશે.....

New Update
Vadodara Cargo Plane
વડોદરા ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનનારા ડિફેન્સ કાર્ગો પ્લેન સી-295 પૈકી પ્રથમ 5 પ્લેનનો ટેસ્ટ મંગળવારથી વડોદરા એરપોર્ટ ઉપર શરૂ થયો હતો.1 હજાર ફીટની ઉંચાઈ પર આ ટ્રાયલ રાત સુધી સતત ચાલુ રહી હતી.જેના પગલે લોકોમાં ભારે કૂતુહલ જોવા મળ્યું હતું.  

સ્પેનની કંપની એરબસ અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે 54 પ્લેન ભારતીય વાયુસેનાને મળવાના છે,જે પૈકી 14 પ્લેન સ્પેનમાં તૈયાર થઈ ભારતમાં આવશે. આ પૈકીના 5 પ્લેનની ડિલિવરી અગાઉ ભારતીય વાયુસેનાને આપવામાં આવી છે, જે પ્લેનનો ટેસ્ટ મંગળવારે વડોદરા ખાતે વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
Advertisment
સાંજે 4:30 વાગે શરૂ થયેલા આ ટેસ્ટમાં વડોદરાથી સુરત રન વે સુધીની મજલ કાપીને પરત આવેલા પ્લેન વડોદરા એરપોર્ટ ઉપર 1 હજાર ફીટની ઉંચાઈએ સતત ચક્કર મારી ટેસ્ટ કરી રહ્યા હતા. જેને પગલે રાત્રે 9:30 વાગે પણ પ્લેનની ઘરેરાટી થી વડોદરાનું આકાશ ગુંજી રહ્યું હતું.
જ્યારે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ટેક્નિકલ નોલેજ મેળવ્યા બાદ હવે એરફોર્સ દ્વારા તેનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ ઉપર અંદાજે 25 થી વધુ ચક્કર લગાવ્યા હોવાનું જાણવા મળે છે..
Latest Stories