વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 2 ઘાયલ

New Update
વડોદરા ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 2 ઘાયલ

મુંબઈ રહેતા નીતેષ સવજીભાઇ ગોંડલીયા પત્ની સંગીતાબેન તથા છોકરી નીયતીબેન તથા છોકરો પુર્વ તથા સાળા મહેશભાઇ પાંચેય જણ અમદાવાદ થી મુંબઇ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ને.હા. નંબર-૪૮ પર તેમની કારને એક ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે હંકારી પાછળથી ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. જેથી તેમની ગાડી આગળ ચાલતા ટ્રેલરના પાછળનાં ભાગે ઘુસી ગઈ હતી.

આ અક્સમાતમાં તેઓના સાળા મહેશભાઇ અને છોકરી નીયતીબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અન્યને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જે અંગે વરણામા પોલીસે વધુ તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories