વડોદરા: ડભોઇ રોડ પર બેકાબુ ફાયર વિભાગના વોટર ટેન્કર પલ્ટી મારી

વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.

New Update
tankerrrr

વડોદરાના ડભોઇ રોડ પર આવેલા ગણેશન નગર પાસે ફાયર વિભાગનું વોટર ટેન્ડર પલટીને ઉંધા માથે પડ્યું હતું.

જેના કારણે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વોટર ટેન્ડર નો ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા.જો કે, ચાલકે આરોપો નકારી કાઢ્યા હતા.ઘટનાની જાણ થતા ફાયર ઓફિસર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વડોદરાના ડભોઇ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્ડર (પાણીનો બંબો) પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો.દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર યોગ મુદ્રામાં આવી ગયો હતો.આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલા નો અકસ્માત થયો હતો. અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં  આવી હતી.ઘટનામાં લોકોએ ફાયર ટેન્ડર ચલાવનાર ચાલકની ઝડપી લીધો હતો.અને ટેન્ડર ચાલક નશામાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ઘટના અંગે ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું કે અમે ટ્રાયલ માટે નીકળ્યા હતા.મારી સાથે ડ્રાઇવર હતો.તે ટેન્ડર ચલાવતો હતો. કોઇ જાનહાની થઇ નથી. ચાલક નશા હોવાના આક્ષેપોને તેઓએ નકારી કાઢ્યા હતા.
વધુમાં આ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરી જણાવે છે કે, લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું. કોઇ કારણોસર તે પલટી મારી ગયું હતું
Latest Stories