વડોદરા જિલ્લા કલેકટર તરીકે બીજલ શાહે પદભાર સંભાળ્યો, સરકારી જમીનના દબાણો દૂર કરવાને આપશે પ્રાથમિકતા...

જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી,

New Update
વડોદરા જિલ્લા કલેકટર તરીકે બીજલ શાહે પદભાર સંભાળ્યો, સરકારી જમીનના દબાણો દૂર કરવાને આપશે પ્રાથમિકતા...

વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી, ત્યારે આજે બિજલ શાહ દ્વારા જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લા કલેકટર તરીકે અતુલ ગોરની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ હરણી બોટ દુર્ઘટના અંગે રાજ્ય સરકારે તેમને તપાસ અહેવાલ સોંપવાનો આદેશ કરવાના કારણે તેમણે કેટલાક દિવસ વધુ વડોદરામાં રોકાણ માગ્યું હતું. તેઓએ નિયત સમય મર્યાદા કરતા થોડા વધુ દિવસો લઈ પોતાનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો, અને વડોદરા કલેકટર તરીકેનો પોતાનો પદભાર છોડ્યો હતો, ત્યારે વડોદરા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક પામેલા જામનગરના કલેક્ટર બીજલ શાહે આજે વડોદરા જિલ્લા કલેકટર તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમનું જિલ્લા કલેકટર કચેરી ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અગાઉના કલેકટરે જિલ્લાના વિકાસ માટે જે પ્રયાસો કર્યા છે, તેને આગળ ધપાવવામાં આવશે. નિયત સમય મર્યાદામાં જે શ્રેષ્ઠ આપી શકાય તે લોકોને આપવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, સરકારી જમીન ઉપરના દબાણો હટાવવા તથા અગાઉ તેમણે અન્ય જિલ્લાઓમાં જે રીતે વારસાઈ ઝુંબેશ હાથ ધરી હતી, તેનો વડોદરામાં અમલ કરવામાં આવશે.

Latest Stories