વડોદરા શહેરને મળી વિકાસલક્ષી ભેટ
નાયબ મુખ્યમંત્રીએ રૂ.203 કરોડના પ્રકલ્પોની ભેટ આપી
વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
દીકરીઓ માટે નવી હોસ્ટેલનું પણ ખાતમુહૂર્ત કરાયું
ન્યાયમંદિર વિસ્તારને 'હેરિટેજ સ્કવેર' તરીકે વિકસાવાશે
વડોદરા શહેરને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂપિયા 203 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી,જેમાં ડેસર ખાતે આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે નવી હોસ્ટેલનું પણ તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડોદરામાં રૂપિયા 203 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આયોજન હેઠળ શહેરી સુવિધાઓમાં વધારો કરવા સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ માટે નવી હોસ્ટેલનું નિર્માણ અને ઐતિહાસિક ન્યાયમંદિર વિસ્તારને 'હેરિટેજ સ્કવેર' તરીકે વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વધતા શહેરીકરણના પડકારોને પહોંચી વળવા અને નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી આ પ્રકલ્પો સાકાર કરવામાં આવ્યા છે.