વડોદરા: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની ચીર વિદાય

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી

New Update

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું હતું,આજરોજ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા યોજાઈ હતી,જેમાં પૂર્વ ક્રિકેટર,બીસીઆઈના પ્રમુખ સહિતના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અને તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. તેમના નિવાસસ્થાનેથી શબવાહિનીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

આ દુઃખદ ઘડીના પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાબીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.