/connect-gujarat/media/media_files/2025/04/04/uG29Y4POVF3NzRJG8e43.jpg)
વડોદરામાં 13 માર્ચે હોળીની રાત્રે અકસ્માત સર્જી આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ની રાત્રે નશામાં કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા હતા, જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.