Connect Gujarat
વડોદરા 

વડોદરાનું "ગૌરવ" : આ છે દેશનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ચેમ્પિયન, સ્કેટિંગ જોઈ બોલી ઉઠશો વાહ...

5 વર્ષનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ, દેશ અને દુનિયામાં ગૌરવે વધાર્યું ગુજરાતનું ગૌરવ

X

વડોદરા શહેરના 5 વર્ષના સૌથી નાના સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ પણ વિશ્વમાં વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધે તે માટે ખૂબ પરસેવો પાડે છે. 36મી નેશનલ ગેમ્સ ખાતે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગૌરવને આમંત્રિત કરવામાં આવ્યો હતો.

ગુજરાત પણ હવે ખેલ જગતમાં અન્ય રાજ્યો સાથે બાથ ભીડી રહ્યું છે. ગુજરાતના ખિલાડીઓ પોતાની રમતથી દેશ-વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે 5 વર્ષના સૌથી નાના સ્કેટબોર્ડ ખેલાડી ગૌરવ પણ વિશ્વમાં વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધે તે માટે ખૂબ પરસેવો પાડે છે. 36મી નેશનલ ગેમ્સ ખાતે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગૌરવને આમંત્રિત કરવામાં આવ્યો હતો. 5 વર્ષના ગૌરવે સ્કેટબોર્ડ ગેમ્સમાં એક ઇન્ટરનેશનલ ગેમ્સ અને 4 સ્ટેટ ગેમ્સ ભાગ લીધો હતો. બેંગલોરમાં રમાયેલી ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. હવે ગૌરવની ઈચ્છા ઓલમ્પિકમાં સ્કેટબોર્ડ ગેમ્સ મેડલ જીતવાની છે. ગૌરવના પિતા આશિષ દ્વિવેદી પણ તેને મોટીવેટ કરવા ખૂબ મહેનત કરે છે.

દરરોજ 2 કલાક તેઓ સ્કેટબોર્ડની પ્રેક્ટિસ કરે છે. ગૌરવના પિતા આશિષ દ્વિવેદી એ જણાવ્યું કે, ગૌરવ છેલ્લા અઢી વર્ષથી સ્કેટબોર્ડ કરી રહ્યો છે. એ મોબાઈલ અને કમ્પ્યુટરથી દૂર રહે એ માટે એને સ્પોર્ટ્સ શરૂ કરાવ્યું છે. સ્કેટબોર્ડ એ એક એવી ગેમ છે કે, જે દરેક જગ્યાએ રમાય છે, અને ખાસ કરીને આ ગેમમાં ભવિષ્ય પણ છે. કારણ કે, ગૌરવ ઓલિમ્પિકમાં ભારત દેશ માટે રમે અને જીતીને આવે. અગાઉ ગૌરવે તેની આવડત અને ધગસના કારણે ગુજરાત સ્કેટબોર્ડ ચેમ્પિયનશિપ-2021માં પ્રથમ ક્રમાંકે આવી વડોદરાનું નામ રોશન કર્યું હતું. ગૌરવે ભારત દેશનો સૌથી નાની વયનો સ્કેટબોર્ડ ચેમ્પિયન છે. ગૌરવ આ ચેમ્પિયનશિપ તો જીત્યો, પરંતુ નેશનલ લેવલ પર જે સ્કેટબોર્ડનું ચંદીગઢ ખાતે આયોજન થયું હતું એમાં પણ ગૌરવે જીત હાસિલ કરી હતી.

Next Story