/connect-gujarat/media/post_banners/79bfa73164e9acf35a008111cee1183028a81f6f5d78a266e1efe8f8d4630ea5.jpg)
સયાજી હોસ્પિટલમાં MRI માટે આવી હતી બાળકી
તબીબોએ ઇન્જેક્શન આપતા બાળકીનું થયું મોત
પરિજનો દ્વારા સયાજી હોસ્પિટલમાં કરાય તોડફોડ
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં MRI માટે આવેલ બાળકીને તબીબોએ બેભાન કરવા ઇન્જેક્શન આપ્યું હતું. જે બાદ તબીબોની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ SSG ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં તબિબની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકીને MRI માટે વડોદરાની સયાજી હોસ્પિટલ લાવવામાં આવી હતી.
આ બાદ, MRI માટે બાળકીને બેભાન કરવા માટે ઇન્જેક્શન અપાયું હતું. જોકે, ઇન્જેક્શન આપ્યા બાદ બાળકી ભાનમાં જ ન આવતા પરિવાર મુશ્કેલીમાં આવી ગયો હતો. જોકે, વધુ સમય બાદ પણ ભાનમાં ન આવતા બાળકીનું મોત થયું હતું. બાળકીના મોતના સમાચાર પરિવારને મળતા જ હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે, હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.