વડોદરામાં MLA ચૈતર વસાવાની પ્રેસ કોન્ફરન્સ
21 ઓગસ્ટે SC ST સમુદાયની યોજાશે વિશાળ રેલી
ચૈતર વસાવાનો મનસુખ વસાવાને વધુ એક પડકાર
મનસુખ વસાવા સાચા આદિવાસી હોય તો રેલીમાં જોડાય
બે આદિવાસી યુવાનના મોતમાં CBI તપાસની કરી માંગ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી,અને તારીખ 21મી એ ભારત બંધના સમર્થનમાં જોડાવા માટે નિર્ણય લીધો હતો,જ્યારે કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોતની ઘટના મામલે સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.અને સાંસદ મનસુખ વસાવા પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે આજે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં SC-STને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા ‘ભારત બંધ’ના એલાનમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને મારમારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી. અને યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો,તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યા હતા.