Connect Gujarat
વડોદરા 

પોલીસને જોઇ નશો ઉતરી ગયો : વડોદરાના ગોત્રીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 21 ખાનદાની નબીરા ઝડપાયા...

વડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી.

પોલીસને જોઇ નશો ઉતરી ગયો : વડોદરાના ગોત્રીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 21 ખાનદાની નબીરા ઝડપાયા...
X

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બર્થડે નિમીત્તે ખાનદાન નબીરાએ આયોજીત દારુની પાર્ટ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 21 જેટલા ખાનદાની યુવાનો અને યુવતીઓને ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે ગામઠી બંગલામાં વોચ કર્યા બાદ ગણતરીની મિનીટોમાં દરોડો પાડ્યો હતો. પોલીસે બંગલાનો બંધ દરવાજો ખખડાવતાજ દારુની મહેફીલ માણી રહેલા 21 યુવાનો-યુવતીઓના હોશ ઉડી ગયા હતા. દારૂની મહેફીલ જામી હતી, ત્યાંજ પોલીસે દરોડો પાડતા દારુનો નશો કરનાર યુવાનો-યુવતીઓનો નશો ઉતરી ગયો હતો. પોલીસે દરોડો પાડતા મહેફિલ માણી રહેલા યુવાનો અને યુવતીઓએ છોડી દેવા માટે આજીજી કરી હતી. પરંતુ, પોલીસે કોઇ દાદ આપી ન હતી. પોલીસે ચાલુ મહેફીલમાં ફોટા-વિડીયો લેવાનું શરૂ કરતા ખાનદાની નબીરાઓએ મોંઢા છૂપાવવાની શરૂઆત કરી હતી. બીજી બાજુ વિસ્તારમાં બનાવની જાણ થતાં લોકોના ટોળા ગામઠી બંગલા પાસે ઉમટી પડ્યા હતા. જોકે, દિવાળી પૂર્વે ગોત્રી પોલીસે ઝડપી પાડેલા 21 ખાનદાન નબીરાઓના બ્લડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આખી રાત ચાલેલી આ કામગીરીના પગલે કેટલાંક યુવાનોના પરિવારજનો, મિત્રો દોડી પોલીસ મથકે દોડી આવ્યા હતા. કેટલાંક લોકોએ રાજકીય દબાણ લાવી પોતાના સંતાનોને છોડાવવા માટેના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે, પોલીસે કોઇ દાદ આપી ન હતી. ગોત્રી પોલીસે દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા યુવાનો અને યુવતીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story