જીસકી લાઠી ઉસકી ભેંસ, જેવો કિસ્સો વડોદરાના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો

ગુજરાત, સમાચાર, Featured,વડોદરા જિલ્લાના નંદેસરી ગામ ખાતે મકાનના સમારકામ દરમ્યાન બોલાચાલી થતાં મહિલા સરપંચના પતિએ ધક્કો મારતા આધેડ મહિલાને ગંભીર ઇજા પહોચી હતી.

New Update

વડોદરા જિલ્લાના નંદેસરી ગામ ખાતે મકાનના સમારકામ દરમ્યાન બોલાચાલી થતાં મહિલા સરપંચના પતિએ ધક્કો મારતા આધેડ મહિલાને ગંભીર ઇજા પહોચી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા જિલ્લાના નંદેસરી ગામ ખાતે રહેતા ગૌતમ પઢીયાર સહિત તેમાઓ પરિવાર પોતાના મકાનનું સમારકામ કરતા હતા. તે દરમિયાન મહિલા સરપંચનો પતિ પોતે સરપંચ હોય તેવો રોફ બતાવી બોલાચાલી કરી હતી. આ દરમ્યાન ગૌતમ પઢિયારના માતા લલિતા પઢીયારને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા. જ્યાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ સાથે જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નંદેસરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમની યોગ્ય સારવાર શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યાં તબીબોએ જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે. જોકેસમગ્ર મામલે લલિતા પઢિયારના પુત્ર ગૌતમ પઢિયારે પોલીસ કંટ્રોલમાં ફોન કરી બનાવથી પોલીસને વાકેફ કરી હતી.

Latest Stories